સોમનાથ,8 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી.ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળ રાષ્ટ્રીય સેવા યોજના દ્રારા ખાસ વાર્ષિક શિબિરનું આયોજન પ્રભાસ પાટણ ખાતે 7 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવેલ જે અંતર્ગત તા. 8 જાન્યુઆરીના રોજ એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ પાટણ ખાતે સાયબર સુરક્ષા વિભાગ દ્રારા ઑન લાઇન થતાં ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને ફ્રોડ થાય તો શું સાવચેતી રાખવી અને ક્યાં વિભાગને અને કઈ હેલ્પલાઇન પર તાત્કાલિક જાણ કરવી જોઈએ તે અંગે રાજપૂત સાહેબ સાયબર સુરક્ષા વિભાગ ગીર સોમનાથ અને તેમની ટિમ દ્રારા માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ.તેમજ અંધશ્રદ્ધા અંગે ગોવિંદભાઇ ભૂતિયા દ્રારા વિવિધ પ્રયોગો કરી વૈજ્ઞાનિક નિયમ/વાસ્તવિકતા રજૂ કરેલ. તથા સેફ્ટી અવેરનેશ માટે જન સેવા ટ્રસ્ટ ઇંડિયન રેયોનના ફાયર ઓફિસર સુનિલ યાદવ તેમજ કે.પી.પરમાર ફાયર સુપરવાઇઝર તેમજ કાનજીભાઇ મોરી દ્રારા ફાયર સેફ્ટી અંગે વિવિધ અગ્નિ શામક સાધનોનો ઉપયોગ કઈ રીતે કરી જાનહાનિ તેમજ નુકશાની રોકી શકાય તે અંગે વિગતવાર પ્રેકટિકલ ડેમો કરી માહિતી આપવામાં આવેલ, તેમજ મહિલા અને બાળ સુરક્ષા વિભાગ તેમજ સુરક્ષા સેતું વિભાગ અંતર્ગત હિતેશ બારૈયા,વિવેક બેરડીયા તેમજ રાધિકા બારિયા દ્રારા બહેનો સ્વયં કઈ ટેકનિકથી પોતાની સુરક્ષા કરી શકે તે અંગે જુદી જુદી ટેકનિક અને તાલીમ આપવામાં આવેલ.તેમજ 181 અભયમ અંતર્ગત મનીષા ધોળિયા દ્રારા સિમર્જન્સી મદદ માટે બહેનોને મહિલા હેલ્પલાઇન અંગે જાણકારી અને મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવવામાં આવેલ અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવેલ. આમ 8 જાન્યુયારીના રોજ ખાસ વાર્ષિક શિબિર દરમ્યાન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ.એ.એમ.ચોચા દ્રારા આચાર્ય ડૉ.એન.એલ.જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ વિભાગોના નિષ્ણાતોનો તેમજ એમ.જે. સ્વામિનારાયણ સ્કૂલના આચાર્ય રામાણી તેમજ સ્ટાફ મિત્રોનો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયેલ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ