સોમનાથ કલેકટરના નેતૃત્ત્વ હેઠળ ભેટાળી થી કોડિદ્રા ગામને જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ દૂર કરાયા
સોમનાથ,8 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ તાલુકાના ભેટાળી થી કોડિદ્રા ગામને જોડતાં સીમતળના રસ્તા પર જુદા-જુદા ખાતેદારો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવા રજૂઆત જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી.આ સંદર્ભમાં કલેક્ટરની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ
ગીર સોમનાથ સીમતળના રસ્તા પરના દબાણ દૂર કરાયા


સોમનાથ,8 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ તાલુકાના ભેટાળી થી કોડિદ્રા ગામને જોડતાં સીમતળના રસ્તા પર જુદા-જુદા ખાતેદારો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવા રજૂઆત જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી.આ સંદર્ભમાં કલેક્ટરની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ મામલતદાર,વેરાવળ (ગ્રામ્ય)ની ટીમ દ્વારા સ્થળ પર સરકારી સર્વેયર સાથે રાખીને કુલ આશરે 730 મીટર સુધી રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુના હદ નિશાન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande