સોમનાથ કલેકટર  ભૂમાફિયા વિરૂદ્ધ સખત કાર્યવાહીએક દિવસમાં ૪ ટ્રેકટર ૧ ડમ્પર સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત
સોમનાથ, 7 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લાના ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા ઉના તાલુકાના જાખરવડા ખાતેથી સાદી રેતીના
ગીર સોમનાથ ૪ ટ્રેકટર ૧ ડમ્પર સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત


સોમનાથ, 7 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લાના ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા ઉના તાલુકાના જાખરવડા ખાતેથી સાદી રેતીના ૨(બે) ટ્રેક્ટર તેમજ વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનના એક ટ્રેક્ટરની ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરી ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, ગતરાત્રીના તાલાળા તાલુકાના બોરવાવ ખાતેથી સાદી રેતીનું એક ડમ્પર તેમજ કોડીનારના છારા જાપા ખાતેથી રેતીના એક ટ્રેક્ટરને ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરીને આશરે રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આમ, આજરોજ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા કુલ ૪ ટ્રેકટર ૧ ડમ્પર સહિત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande