સોમનાથ, 7 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી.ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળ રાષ્ટ્રીય સેવા યોજના દ્રારા ખાસ વાર્ષિક શિબિરનું આયોજન પાટણ ખાતે તા.૦૭/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવેલ જે અંતર્ગત તા. ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ પાટણ એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે ખાસ વાર્ષિક શિબિર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનસુરેશ કંપાણી, સેક્રેટરી ભરત શાહ,સભ્ય જાગેશ ચોવટીયા તેમજ અતિથિ વિશેષ તરીકે સ્વા.ભક્તિપ્રકાસદાસજી,સ્વામી રામસ્વરૂપદાસજી, ડી.વાય.એસ.પી..શ્રાધ્ધા મેહતા સી.એસ.આર. હેડ જન સેવા ટ્રસ્ટ ઇંડિયન રેયોન, સોનલ રાઠોડ દહેજ પ્રતિબંધક અધિકારી, દિગંત દવે કચેરી અધિક્ષક વેરાવળ પાટણ નગરપાલિકા, હેમલ ભટ્ટ સોમપુરા બ્રહ્મસમાજ પ્રમુખ પાટણ, ફોરેસ્ટર કે.ડી.પંપાણિયા,જોશીભાઈ,દિલીપ દેવમુરારીરોજગાર કચેરી, પ્રિન્સિપાલ ડી.એમ.રામાણી તેમજ વિવિધ કોલેજોના પ્રોફેસર, ચોક્સી કોલેજના આચાર્ય ડૉ.એન.એલ.જોશી તેમજ સમગ્ર સ્ટાફ, તેમજ એમ.જે.સ્વામિનારાયણ સ્કૂલના સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ.
ઉદ્દઘાટન સમારોહમાં પ્રાર્થના,દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એન.એલ.જોશી દ્રારા કરવામાં આવેલ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ