ચીનના એચએમપીવી વાયરસને લઇને પાટણમાં 10 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવાનું તંત્રની તૈયારી
પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કહેર જોતા, સરકાર સક્રિય થઈ છે. મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. આ વાયરસના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલૂના લક્ષણો જોવા મળે છે.પાટણના ધારપુર
ચીનના એચએમપીવી વાયરસને લઇને પાટણમાં 10 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવાનું તંત્રની તૈયારી


પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કહેર જોતા, સરકાર સક્રિય થઈ છે. મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. આ વાયરસના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલૂના લક્ષણો જોવા મળે છે.પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવાનો પ્રકલ્પ શરૂ થઈ ગયો છે. વેન્ટિલેટર, ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, મલ્ટીપેરા મોનિટર અને દવાઓ સહિતની તમામ મેડિકલ સુવિધાઓ આ વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.ફક્ત એકથી બે દિવસમાં આ વોર્ડ તૈયાર થઈ જવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande