પાટણમાં બગીચામાં બે યુવકો પર ટોમી અને ધોકા વડે હુમલો
પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના આનંદ સરોવર ખાતે બગીચામાં બે યુવકો, કૃણાલપુરી સુરેશપુરી ગૌસ્વામી અને બીજું એક વ્યક્તિ, બેસેલા હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ આવી તેમને બગીચામાંથી બહાર જવા માટે કહ્યું. કૃણાલપુરીએ થોડીવાર બેસવા માટે વિનંતી કરી, પરંતુ
પાટણમાં બગીચામાં બે યુવકો પર ટોમી અને ધોકા વડે હુમલો


પાટણ,7 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના આનંદ સરોવર ખાતે બગીચામાં બે યુવકો, કૃણાલપુરી સુરેશપુરી ગૌસ્વામી અને બીજું એક વ્યક્તિ, બેસેલા હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ આવી તેમને બગીચામાંથી બહાર જવા માટે કહ્યું. કૃણાલપુરીએ થોડીવાર બેસવા માટે વિનંતી કરી, પરંતુ શખ્સે બંનેને અપશબ્દો બોલી, કૃણાલપુરીને બે લાફા મારી દીધા.બીજું શખ્સ, કુણાલપુરી સાથે આવેલા વ્યક્તિને ત્રણ-ચાર લાફા માર્યા અને તેની પછી બ્રેઝા ગાડીમાંથી ધોકો લાવ્યા. પછી તેમણે ગાડીમાંથી ટોમી કાઢી, કૃણાલપુરી અને તેના સાથેના વ્યક્તિને માર મારતા ઇજા કરી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande