કાઠમંડુમાં ઓનલાઈન સટ્ટાબાજી ચલાવવા બદલ, બે ભારતીયો સહિત 53ની ધરપકડ
કાઠમંડુ, નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીઆઈબી) એ કાઠમંડુ શહેરના સાતદોબાટો વિસ્તારમાં, પાંચ માળના મકાનમાં ચલાવવામાં આવતા કોલ સેન્ટર પર દરોડા પાડીને, બે ભારતીય નાગરિકો સહિત 53 લોકોની ધરપકડ
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 08 જાન્યુઆરી

(હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીઆઈબી) એ કાઠમંડુ શહેરના સાતદોબાટો વિસ્તારમાં, પાંચ

માળના મકાનમાં ચલાવવામાં આવતા કોલ સેન્ટર પર દરોડા પાડીને, બે ભારતીય નાગરિકો સહિત

53 લોકોની ધરપકડ

કરી છે. દરોડા દરમિયાન તાજેતરમાં, ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં બોલ-ટુ-બોલ

સટ્ટાબાજીના પુરાવા મળ્યા હતા. બુધવારે તમામને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

હતા.જ્યાંથી તેમને

પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

સીઆઈબીના વડા એઆઈજી દીપક થાપાએ જણાવ્યું હતું કે,” કોલ

સેન્ટર ચલાવવાના નામે, અહીંથી વિવિધ

ભારતીય રમતો માટે, ઓનલાઈન સટ્ટાબાજી કરવામાં આવી રહી હતી. દરોડા દરમિયાન, કોલ સેન્ટરમાંથી 85 લેપટોપ, 84 મોબાઈલ ફોન, 100 થી વધુ

બિનઉપયોગી સિમ કાર્ડ, જપ્ત કરવામાં આવ્યા હતા.”

સીઆઈબીના જણાવ્યા અનુસાર,”ધરપકડ કરાયેલા

ભારતીય નાગરિકો બિહારના મોતિહારીના રહેવાસી, મનીષ કુમાર ઝા અને ગુજરાતના રહેવાસી

રાહુલ મેગોડા છે. આ સિવાય નેપાળના નાગરિકો, મોની દહલ, સુષ્મિતા નેપાળી, સેલિના શ્રેષ્ઠ, આદિત્ય કુમાર

સિંહ અને રોશન શ્રેષ્ઠાની ધરપકડ કરવામાં આવી છે. તમામને બુધવારે જિલ્લા કોર્ટમાં

રજૂ કરી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પકડાયેલા લોકો અંગે હજુ

પણ તપાસ ચાલુ છે.”

સીઆઈબીએ કોર્ટને જણાવ્યું હતું કે,” આ કોલ સેન્ટરમાં સિંઘમ

લોટરી, અન્ના લોટરી, ભાનુ લોટરી, ઈન્ડસ બેટ જેવી,

ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સનો ઉપયોગ કરીને ઓનલાઈન સટ્ટાબાજી કરવામાં આવી રહી હતી. આ

સમય દરમિયાન, વોટ્સએપ દ્વારા

વિવિધ ઇ-વોલેટ્સમાં, ચુકવણીઓ જમા કરવામાં આવી હતી. તાજેતરમાં ભારત-ઓસ્ટ્રેલિયા

ટેસ્ટ ક્રિકેટમાં, બોલ-ટુ-બોલ સટ્ટાબાજીના પુરાવા મળ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande