તેલ અવીવ,નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.)
ઇઝરાયલી-નિયંત્રિત પશ્ચિમ કાંઠે ગુશ એટ્ઝિઓન જંકશનમાં એક સુપરમાર્કેટમાં આજે થયેલા
આતંકવાદી હુમલામાં એક યુવાનનું મોત થયું હતું. ઇઝરાયલ પોલીસ અને ઇઝરાયલ સંરક્ષણ
દળો (આઈડીએફ) દ્વારા કરવામાં
આવેલી જવાબી કાર્યવાહીમાં બે શંકાસ્પદ માર્યા ગયા હતા.
ધ જેરુસલેમ પોસ્ટ અખબારના સમાચાર અનુસાર, ઇઝરાયલી પોલીસ
અને આઈડીએફએ પુષ્ટિ આપી છે
કે,” આતંકવાદી હુમલામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આમાંથી કેટલાક લોકોના
મોત થયા છે.” મેગેન ડેવિડ એડોમના ડિરેક્ટર જનરલ એલી બિનએ જણાવ્યું હતું કે,” આ
હુમલામાં 20 વર્ષીય ઇઝરાયલી
યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.” ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું છે કે,” ઓછામાં
ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા છે.”
જોકે, ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલે અહેવાલ આપ્યો છે કે,” આ આતંકવાદી
હુમલામાં 20 વર્ષીય ઇઝરાયલી
યુવાન ઘાયલ થયો હતો. આ હુમલો ગુશ એટ્ઝિઓન જંકશન પર સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સમાં
થયો હતો. આઈડીએફ એ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સૈનિકો
તૈનાત છે. બે હુમલાખોરો માર્યા ગયા છે. બંનેએ આ સંકુલમાં સ્થિત સુપરમાર્કેટમાં
છરીઓ વડે લોકો પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો.” આઈડીએફ અધિકારીઓનું કહેવું છે
કે,” આ સ્થળ તેલ અવીવથી લગભગ 70 માઇલ દૂર છે. ત્યાં હાજર અધિકારીઓ પાસેથી વધુ વિગતોની રાહ
જોવાઈ રહી છે....
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ