નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.): ₹70 કરોડના બેંક લોન છેતરપિંડીની કથિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મંગળવારે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને મુંબઈમાં આશરે ચાર પરિસરમાં દરોડા પાડી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ યશદીપ શર્મા અને તેમના પરિવારના સભ્યો સામે સીબીઆઈ એ એફઆઈઆર નોંધ્યા બાદ આ કાર્યવાહી કરી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્મા અને તેમના પરિવારે, તેમની માલિકીની અને નિયંત્રિત સંસ્થાઓ દ્વારા, પંજાબ અને સિંધ બેંકમાંથી લેવામાં આવેલી ₹70 કરોડની લોન છેતરપિંડી કરી હતી. હકીકતમાં, લોનની રકમ કથિત રીતે શર્માની માલિકીની અને નિયંત્રિત વિવિધ સંસ્થાઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિમાં રોકાયેલા ન હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ