ભારત, ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ માટે, મંગોલિયાને 1.7 અબજ ડોલરની લોન સહાય આપશે
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખનાએ, મંગળવારે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ માટે મંગોલિયાને 1.7 અબજ ડોલરની લોન આપશે. આ ભારતનો વિશ્વનો સૌથી મોટો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના- હૈદરાબાદ હાઉસમાં


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખનાએ, મંગળવારે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ માટે મંગોલિયાને 1.7 અબજ ડોલરની લોન આપશે. આ ભારતનો વિશ્વનો સૌથી મોટો વિકાસ સહયોગ પ્રોજેક્ટ છે. વાતચીત પછી બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન બહાર પાડ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે ભારત હવે મોંગોલિયન નાગરિકોને મફત ઇ-વિઝા આપશે. વધુમાં, મોંગોલિયન યુવાનો દર વર્ષે સાંસ્કૃતિક રાજદૂત તરીકે પ્રાયોજિત યાત્રાઓ પર ભારતની યાત્રા કરશે.

પોતાના વક્તવ્યમાં, વડા પ્રધાન મોદીએ સાંસ્કૃતિક એકતા અને બૌદ્ધ વારસા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, સદીઓથી બંને દેશો બૌદ્ધ ધર્મના તાંતણે બંધાયેલા છે, જેના કારણે તેમને આધ્યાત્મિક ભાઈઓ પણ કહેવામાં આવે છે. તેમણે નોંધ્યું કે, નાલંદા યુનિવર્સિટીએ મોંગોલિયામાં બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બંને નેતાઓએ નાલંદા અને ગંદન મઠને જોડવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, અમે ગંદન મઠમાં એક સંસ્કૃત શિક્ષક પણ મોકલીશું જે ત્યાંના બૌદ્ધ ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને પ્રાચીન જ્ઞાન પરંપરાને આગળ ધપાવશે. અમારો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ સતત મજબૂત થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે, આવતા વર્ષે, ભગવાન બુદ્ધના બે મહાન શિષ્યો - સારીપુત્ર અને મૌદ્ગલ્યાયન - ના પવિત્ર અવશેષો ભારતથી મંગોલિયા મોકલવામાં આવશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ઉખનાએ આજે ​​સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ઉખનાએ રાષ્ટ્રપતિની માં ના સન્માનમાં હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત રીતે એક છોડ રોપ્યો. આ પહેલ પ્રધાનમંત્રીની એક પેડ માં કે નામ પહેલ અને રાષ્ટ્રપતિની એક અબજ વૃક્ષો ઝુંબેશને એક સાથે લાવે છે, જે આવનારી પેઢીઓ માટે આપણા ગ્રહનું રક્ષણ કરવાની સહિયારી પ્રતિબદ્ધતા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande