રાહુલ ગાંધીના આગમન પહેલા, હરિયાણાના ડીજીપીને રજા પર મોકલી દેવામાં આવ્યા
ચંડીગઢ,નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ) આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં નિશાન બન્યા બાદ, હરિયાણા સરકારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરને રજા પર મોકલી દીધા છે. સરકારે સોમવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ આ
રાહુલ ગાંધીના આગમન પહેલા, હરિયાણાના ડીજીપીને રજા પર મોકલી દેવામાં આવ્યા


ચંડીગઢ,નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ) આઈપીએસ અધિકારી વાય. પૂરણ

કુમાર આત્મહત્યા કેસમાં નિશાન બન્યા બાદ, હરિયાણા સરકારે રાજ્યના પોલીસ

મહાનિર્દેશક શત્રુજીત કપૂરને રજા પર મોકલી દીધા છે. સરકારે સોમવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ

આ આદેશ જારી કર્યો હતો. સરકારે રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરાનિયાની બદલી,

પહેલા જ કરી દીધી છે.

વાય. પૂરણ કુમારના આઈએએસ અધિકારી પત્ની અમનીત પી. કુમાર અને

તેમના ધારાસભ્ય સાળા અમિત રતન કોટફત્તા સહિત, અનેક દલિત સંગઠનો પોલીસ મહાનિર્દેશક

અને પોલીસ અધિક્ષકની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, સોનીપતના રાઈમાં 17 ઓક્ટોબરના રોજ

યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન વિશ્વાસ-જન વિકાસ રેલી, મુલતવી રાખવામાં

આવી છે.

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ખાદ્ય

પ્રસંસ્કરણ અને ઉદ્યોગ પ્રધાન ચિરાગ પાસવાન, મંગળવારે વાય. પૂરણ કુમારના પરિવારને

મળવા ચંડીગઢ આવી રહ્યા છે. આ પહેલા સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે, બધાની નજર, વાય.

પૂરણ કુમારના પોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કાર અંગે પરિવારના નિર્ણય પર છે. બદલાયેલા

સંજોગોમાં, વાય. પૂરણ

કુમારનું પોસ્ટમોર્ટમ આજે થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande