શાહરૂખ ખાન અને આયુષ્માન ખુરાનાના, દિવાળી ઉજવણી પર લાગી બ્રેક
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે, દિવાળી બોલિવૂડ સ્ટાર્સના ઘરોમાં ઉત્સવનું વાતાવરણ લાવે છે. શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી, ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સ ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતાથી આ તહેવાર ઉજવે છે. તેમની દિવાળી પાર્ટીઓમાં
પાર્ટી


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે, દિવાળી બોલિવૂડ સ્ટાર્સના ઘરોમાં ઉત્સવનું વાતાવરણ લાવે છે.

શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી, ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સ ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતાથી આ

તહેવાર ઉજવે છે. તેમની દિવાળી પાર્ટીઓમાં અનેક સેલિબ્રિટીઓ હાજરી આપે છે, અને આ સાંજ

બી-ટાઉનમાં સૌથી ચર્ચિત કાર્યક્રમોમાંની એક માનવામાં આવે છે. જોકે, આ વર્ષ અલગ

રહેશે. એવા અહેવાલ છે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાન આ વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન

કરશે નહીં. તેવી જ રીતે, આ વર્ષે અભિનેતા

આયુષ્માન ખુરાનાના ઘરે કોઈ ઉજવણી થશે નહીં.

મન્નતમાં નવીનીકરણ ચાલી રહ્યું છે, તેથી શાહરૂખ ખાને

પાર્ટી મુલતવી રાખી

અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાનીએ પુષ્ટિ આપી છે કે,”

અભિનેતા આ વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કરશે નહીં. આનું કારણ એ છે કે, હાલમાં

તેમના બાંદ્રા બંગલા, મન્નતમાં

નવીનીકરણ ચાલી રહ્યું છે. હાલમાં, શાહરૂખ તેના પરિવાર સાથે જેકી ભગનાનીના ભાડાના મકાનમાં રહે

છે. દર વર્ષે, દિવાળી દરમિયાન, મન્નતને સુંદર

રોશની અને સજાવટથી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે, પરંતુ આ વખતે, શાહરૂખના ચાહકોને તે નજારો જોવા મળશે નહીં.

આયુષ્માનનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મ 'થામા' પર-

આ વર્ષે આયુષ્માન ખુરાનાના ઘરે કોઈ દિવાળી પાર્ટી નહીં હોય.

ગયા વર્ષે, 2024 માં, આયુષ્માન અને

તેની પત્ની તાહિરા કશ્યપે તેમના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા

બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. પરંતુ આ વખતે, અભિનેતાનું સંપૂર્ણ ધ્યાન તેમની આગામી ફિલ્મ 'થામા' પર છે, જે દિવાળી પર

સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત શેડ્યૂલને કારણે, તેમણે આ વખતે

પાર્ટી ન રાખવાનો નિર્ણય લીધો છે.

શાહરૂખ અને આયુષ્માનની પાર્ટીઓ, દર વર્ષે બોલિવૂડ કેલેન્ડરનો

મુખ્ય ભાગ છે. તેથી, આ સમાચાર તેમના

ચાહકો માટે થોડા નિરાશાજનક છે. જો કે, એવી અપેક્ષા છે કે, આવતા વર્ષે, શાહરૂખ ખાન

મન્નતમાં એક નવા લુક અને તેનાથી પણ ભવ્ય દિવાળી ઉજવણી સાથે પરત ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande