ટ્રમ્પ-ઝેલેન્સ્કીની વાતચીત બાદ, યુરોપિયન નેતાઓએ યુક્રેન પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
વોશિંગ્ટન/લંડન, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.): યુરોપિયન નેતાઓએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ વર્ચ્યુઅલ કોલમાં યુક્રેન પ્રત્યે પોતાનો મજબૂત ટેકો પુનરોચ્ચાર કર્યો. બ્રિટનના ડાઉનિંગ સ્ટ્રીટે એક નિ
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી


વોશિંગ્ટન/લંડન, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.): યુરોપિયન નેતાઓએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ વર્ચ્યુઅલ કોલમાં યુક્રેન પ્રત્યે પોતાનો મજબૂત ટેકો પુનરોચ્ચાર કર્યો. બ્રિટનના ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુરોપિયન નેતાઓએ રશિયન આક્રમણ છતાં યુક્રેન પ્રત્યે પોતાની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સીએનએન ના અહેવાલ મુજબ, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું: યુક્રેન માટે ન્યાયી અને સ્થાયી શાંતિ એ આ યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે પણ આ કોલમાં ભાગ લીધો હતો. બધા નેતાઓ સંમત થયા હતા કે યુદ્ધવિરામ પહેલા અને પછી તેઓ યુક્રેનને કેવી રીતે ટેકો આપી શકે તે અંગે ચર્ચા ચાલુ રહેશે.

અગાઉ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ત્રીજી બેઠક બાદ, યુક્રેનમાં યુદ્ધના ભવિષ્ય અંગે મતભેદો ઉભા થયા હતા. ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથે ઘણા કલાકો સુધી મુલાકાત કરી હતી, તેમની સાથે તેમના ટોચના સહાયકો પણ હતા. સૂત્રોએ વાતચીતને તંગ અને અસ્વસ્થતાપૂર્ણ ગણાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેનને હાલ પૂરતું રશિયામાં દૂર સુધી પ્રહાર કરી શકે તેવી લાંબા અંતરની મિસાઇલો મળશે નહીં. બેઠક પછી તરત જ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધવિરામ પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande