નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝે, આજે સવારે ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે બધાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની શુભેચ્છાઓ પોસ્ટ કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સત્તાવાર એક્સ એકાઉન્ટ અનુસાર, તેમણે ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ અને સંવાદિતાથી પ્રકાશિત કરે. આ મારી કામના છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું, પ્રકાશ અને આનંદના તહેવાર, દિવાળી પર દરેકને હાર્દિક શુભેચ્છાઓ. હું ભગવાન શ્રી રામને સૌના સ્વાસ્થ્ય અને ધન-ધાન્ય માટે પ્રાર્થના કરું છું. વિદેશોમાંથી અભિનંદન સંદેશાઓ આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝે પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ