નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે
ભારતીય નૌકાદળને હિંદ મહાસાગરના રક્ષક ગણાવ્યા અને આઇએનએસ વિક્રાંતને
કહ્યું કે,” અમારું લક્ષ્ય ભારતને વિશ્વના સૌથી મોટા સંરક્ષણ નિકાસકારોમાંનું એક
બનાવવાનું છે.”
પ્રધાનમંત્રી મોદીએ દિવાળીના પ્રસંગે ગોવામાં આઇએનએસ વિક્રાંતની
મુલાકાત લીધી હતી જેથી નૌકાદળના કર્મચારીઓનું મનોબળ વધે. આ પ્રસંગે તેમને સંબોધતા
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” છેલ્લા એક દાયકામાં, આપણા સશસ્ત્ર દળો ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે.
આપણા દળોએ હજારો વસ્તુઓની યાદી તૈયાર કરી છે જે હવે આયાત કરવામાં આવશે નહીં.”
ઓપરેશન સિંદૂર નો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રી
મોદીએ ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચેના જબરદસ્ત સંકલનની પ્રશંસા કરી અને કહ્યું કે,”
આનાથી પાકિસ્તાન ઘૂંટણએ આવી ગયું.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભારતીય નૌકાદળ
દ્વારા પેદા કરાયેલ ભય, ભારતીય
વાયુસેનાની અસાધારણ કુશળતા અને ભારતીય સેનાની બહાદુરી, જબરદસ્ત સંકલન
સાથે મળીને, ઓપરેશન સિંદૂરમાં
પાકિસ્તાનને આટલી ઝડપથી શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યું.”
પ્રધાનમંત્રીએ આઇએનએસ વિક્રાંતને,
આત્મનિર્ભર ભારતનો આધારસ્તંભ ગણાવ્યો અને કહ્યું કે,” સ્વદેશી આઇએનએસ વિક્રાંત, જેણે મહાસાગરો પર
વિજય મેળવ્યો છે, તે ભારતની લશ્કરી
શક્તિનું પ્રતિબિંબ છે.” તેમણે કહ્યું, વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, ભવ્ય છે, વિશિષ્ટ અને
વિશેષ છે. તે 21મી સદીમાં ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
તેમણે કહ્યું કે,” જે દિવસે દેશને સ્વદેશી આઇએનએસ વિક્રાંત મળ્યું, તે દિવસે ભારતીય
નૌકાદળે ગુલામીના મુખ્ય પ્રતીકનો ત્યાગ કર્યો. આપણી નૌકાદળે છત્રપતિ શિવાજી મહારાજ
દ્વારા પ્રેરિત નવો ધ્વજ અપનાવ્યો.” દેશની સેનાને પોતાનો પરિવાર ગણાવતા, પ્રધાનમંત્રીએ
કહ્યું કે,” દર વર્ષની જેમ,
તેઓ તેમના પરિવાર
સાથે દિવાળી ઉજવવા આવ્યા છે.” તેમણે કહ્યું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે દિવાળી ઉજવવા
ટેવાઈ ગયો છું. તેથી જ હું તમારા બધા વચ્ચે દિવાળી ઉજવવા આવું છું.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ