
જુનાગઢ 22 ઓક્ટોબર (હિ.સ.) માળિયા હાટીના તાલુકાના કાણેક ગામના યુવાન વિશ્વજીતસિંહ યાદવ એ હૃદયના ભાવ સાથે દિવાળીના પાવન પર્વે નિમિત્તે ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોના ચહેરાને મહેકતા - જોવાની ઈચ્છા અને તેમને સંતોષ અપર્ણ કરવાનાં ભાવ સાથે કાણેક ગામના યુવાનો દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું છે આ યુવાન દ્વારા 'માનવ સેવા એજ પ્રભુ સેવા' આ મંત્રને ચરિતાર્થ કર્યો આ અભિયાનમાં આશિષ યાદવ, જયરાજ યાદવ, પ્રસિદ્ધ યાદવ, કેયુર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ