અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી
પત્નીને લેવા સાળાની ઘરે લેવા બાબતે બોલાચાલીમાં આક્રોશમાં આવી માથાકૂટ થતા ચપ્પુ મારી દીધું સાળાની હત્યા કરી બનેવી ફરાર થઈ ગયો હતો સસરાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ભરૂચ, 23 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે
અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી


અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી


અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી


અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી


અંકલેશ્વરમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીંકી સાળાની હત્યા કરી


પત્નીને લેવા સાળાની ઘરે લેવા બાબતે બોલાચાલીમાં આક્રોશમાં આવી માથાકૂટ થતા ચપ્પુ મારી દીધું

સાળાની હત્યા કરી બનેવી ફરાર થઈ ગયો હતો

સસરાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભરૂચ, 23 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે.જેમાં બનેવી તેની પત્નીને લેવા આવતા તેમાં થયેલ બોલાચાલીમાં ઝઘડો થતા પતિ પત્ની વચ્ચે પડતા બનેવી તેના સગા સાળાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી છે. અંગત મામલે થયેલી માથાકૂટનું આ કરુણ પરિણામ આવ્યું છે.

ગડખોલની પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા પંકજ પ્રેમા ગામીત ઉ.વ. 53 એ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સુનીલ વીરસિંગ ગામીત રહે. નાની ચીખલી, તા. વ્યારા, જી. તાપી ફરિયાદીના જમાઈ થાય છે. સુનીલ તેની પત્નીને મારઝૂડ કરતો હોવાથી તે હાલ તેના પિયર એટલે કે તેના ભાઈ પંકજ ગામીતના ઘરે રહેતી હતી.તા. 21/10/2025ના રોજ રાત્રે આશરે 21:30 થી 22:00 કલાકની આસપાસ સુનીલ તેની પત્નીને તેડી લઈ જવા માટે પ્રમુખ પાર્ક સોસાયટી આવ્યો હતો. જોકે, તેની પત્નીએ તેની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દેતા સુનીલ ગુસ્સે થઈ ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.

તે અરસામાં ભાવિન ઉર્ફે પંકજ પ્રેમાભાઈ ગામીત (ઉ.વ. 26) પોતાના જમાઈ સુનીલને સમજાવવા વચ્ચે પડ્યા હતા. સમજાવટ દરમિયાન જ આરોપી સુનીલે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ભાવિનને છાતીના ભાગે, પેટના ભાગે તેમજ પીઠ ઉપર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. આ ગંભીર ઇજાઓને કારણે ભાવિનનું કરુણ મોત નીપજ્યું હતું.હત્યા બાદ સુનીલ ગામીત ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઞુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ નોંધી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે . પોલીસ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande