બબાસણાથી અંબાજી સુધી જીવદયા અને શ્રદ્ધાનો પગપાળા પ્રવાસ
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.): પાટણ તાલુકાના બબાસણા ગામથી જીવદયા પ્રેમી રામુજી ગોબરજીએ પોતાના બીમાર શ્વાન સાજા થવાની માનતા પૂર્ણ કરવા અંબાજી તરફ પ્રેરણાદાયી પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો. તેમની સાથે ગામના આશરે ૮૦થી વધુ યુવકો પણ આ યાત્રામાં જોડાયા છે. ર
બબાસણાથી અંબાજી સુધી જીવદયા અને શ્રદ્ધાનો પગપાળા પ્રવાસ


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.): પાટણ તાલુકાના બબાસણા ગામથી જીવદયા પ્રેમી રામુજી ગોબરજીએ પોતાના બીમાર શ્વાન સાજા થવાની માનતા પૂર્ણ કરવા અંબાજી તરફ પ્રેરણાદાયી પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો. તેમની સાથે ગામના આશરે ૮૦થી વધુ યુવકો પણ આ યાત્રામાં જોડાયા છે.

રામુજીએ પોતાના બોર પર પાળેલી બે કૂતરીઓ ગંભીર રીતે બીમાર પડતાં માતા અંબા સામે માનતા લીધી હતી કે જો શ્વાન સ્વસ્થ થશે તો તેઓ પગપાળા અંબાજી દર્શન કરવા જશે. માતાજીની કૃપાથી બંને શ્વાન સંપૂર્ણ સાજા થયા બાદ રામુજીએ પોતાની માનતા પૂર્ણ કરવા આ યાત્રાની શરૂઆત કરી.

રામુજીના જીવદયા અને ભક્તિભાવથી પ્રેરાઈ ગામના જીગ્નેશસિંહ, મહેશસિંહ અને નરેન્દ્રસિંહ સહિતના યુવાઓએ આ યાત્રાનું આયોજન કર્યું. ગામના લોકોએ ભક્તિપૂર્વક સંઘને વિદાય આપી શુભકામનાઓ પાઠવી હતી. આ યાત્રા જીવદયા, માનવતા અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો જીવંત સંદેશ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande