
કાઠમંડુ, 26 ઓક્ટોબર (હિ.સ.) : સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સામેલ થનારા ચાર નવા મંત્રીઓના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને આજે તેમના શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે.
નવા મંત્રીઓમાં ડૉ. સુધા ગૌતમ, ગણપતિ લાલ શ્રેષ્ઠ, ખગેન્દ્ર સુનાર અને બબલુ ગુપ્તાનો સમાવેશ થાય છે. ડૉ. ગૌતમને આરોગ્ય અને વસ્તી મંત્રાલય, ગણપતિ શ્રેષ્ઠને સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સુનારને શ્રમ અને રોજગાર મંત્રાલય અને ગુપ્તાને યુવા અને રમતગમત મંત્રાલય સોંપવામાં આવે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે પુષ્ટિ આપી છે કે વડા પ્રધાન સુશીલા કાર્કીએ રાષ્ટ્રપતિ કાર્યાલયને ચારેય નામોની ભલામણ કરી છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કાર્કી દ્વારા ભલામણ કરાયેલા ચાર મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ