ઊંઝા ઉનાવા માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ બાદ હરાજી શરૂ — વરસાદના વિઘ્નને કારણે હરાજી બંધ
મેહસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીની રજાઓ બાદ , 27 ઓક્ટોબર, 2025ના રોજ ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં શુભ મુહૂર્ત સાથે હરાજીનું કામકાજ પુનઃ શરૂ થયું હતું. સોમવારના દિવસે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પોતાના પાક વેચવા માટે બજારમાં આવક નોંધાવી હતી.
ઊંઝા ઉનાવા માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ બાદ હરાજી શરૂ — વરસાદના વિઘ્નને કારણે  હરાજી બંધ


ઊંઝા ઉનાવા માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ બાદ હરાજી શરૂ — વરસાદના વિઘ્નને કારણે  હરાજી બંધ


મેહસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીની રજાઓ બાદ , 27 ઓક્ટોબર, 2025ના રોજ ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં શુભ મુહૂર્ત સાથે હરાજીનું કામકાજ પુનઃ શરૂ થયું હતું. સોમવારના દિવસે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પોતાના પાક વેચવા માટે બજારમાં આવક નોંધાવી હતી. ખાસ કરીને કપાસ અને એરંડાની આવક સાથે બજારમાં સક્રિયતા જોવા મળી હતી.

ગઈ કાલે કુલ 13 ગાડી કપાસની આવક નોંધાઈ હતી, જેનો કુલ જથ્થો 6422 મણ જેટલો રહ્યો હતો. કપાસના ભાવ રૂ. 1325 થી રૂ. 1521 પ્રતિ મણ વચ્ચે બોલાયા હતા. કપાસની સાથે જ એરંડાની 457 બોરીની આવક પણ થઈ હતી, જેના ભાવ રૂ. 1280 થી રૂ. 1295 પ્રતિ 20 કિલો સુધી રહ્યા હતા. ખેડૂતો અને વેપારીઓ બંને તરફથી વ્યવહાર શરૂ થયા હતા, પરંતુ વચ્ચે અચાનક પડેલા વરસાદે હરાજીના કામકાજમાં વિઘ્ન ઊભું કર્યું.વરસાદને કારણે માર્કેટયાર્ડમાં કપાસનું તોલ કાર્ય શક્ય ન બનતાં માર્કેટયાર્ડ સંચાલન સમિતિએ આજે હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી છે, કારણ કે ઘણા ખેડૂતો પોતાના પાક સાથે બજારમાં ઉપસ્થિત રહ્યા હતા.માર્કેટયાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે હવામાન અનુકૂળ બનશે ત્યારબાદ હરાજીનું નિયમિત કામકાજ ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોને પણ એ માટે આગોતરી જાણ કરી આપવામાં આવશે જેથી કોઈ અસુવિધા ન થાય.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande