પોરબંદરના યુવા વનસ્પતિશાસ્ત્રના સંશોધકને આંતરરાષ્ટ્રીય સહાય
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના શૈક્ષણિક વર્તુળ માટે ગૌરવની વાત છે કે એમ. ડી. સાયન્સ કોલેજ, પોરબંદરના એક સમર્પિત વનસ્પતિશાસ્ત્રના સંશોધક કુણાલ એન. ઓડેદરાને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા IDEA WILD Project દ્વારા આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. I
પોરબંદરના યુવા વનસ્પતિશાસ્ત્રના સંશોધકને આંતરરાષ્ટ્રીય સહાય


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના શૈક્ષણિક વર્તુળ માટે ગૌરવની વાત છે કે એમ. ડી. સાયન્સ કોલેજ, પોરબંદરના એક સમર્પિત વનસ્પતિશાસ્ત્રના સંશોધક કુણાલ એન. ઓડેદરાને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા IDEA WILD Project દ્વારા આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. IDEA WILD એક ખ્યાતનામ અમેરિકન બિન-લાભકારી સંસ્થા છે, જે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોને જીવ વૈવિધ્ય (Biodiversity) સંરક્ષણ માટે આવશ્યક સાધનો અને ઉપકરણોની સહાય પૂરી પાડે છે.

છેલ્લા 31 વર્ષોમાં, આ સંસ્થાએ 7,800 કરતાં વધુ સંશોધકો, 23,400 પ્રોજેક્ટો, અને 140 દેશોમાં સંશોધનકારોને સહાય આપી છે, અને આજે પણ વિશ્વના જીવ વૈવિધ્યના રક્ષણ માટે નવી પેઢીના વૈજ્ઞાનિકોને સશક્ત બનાવી રહી છે.આ યોજનાના અંતર્ગત, કુણાલ ઓડેદરાને 520 અમેરિકન ડૉલર (લગભગ 45,000) જેટલી કિંમતના વિજ્ઞાન ઉપકરણો ફાળવવામાં આવ્યા છે. Dell Latitude 7490 સંશોધન લેપટોપ, TOMLOV DM9 7” ડિજિટલ માઈક્રોસ્કોપ, અને 4K ડિજિટલ કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપકરણો તેમની ગુજરાતના દરિયાકાંઠાના પરિસ્થિતિ તંત્ર અને વનસ્પતિ વૈવિધ્ય પર ચાલતા બોટનિકલ સંશોધનમાં ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે કુણાલ ઓડેદરાએ જણાવ્યું હતું કે, “IDEA WILD તરફથી પસંદ થવું મારા માટે ગૌરવની વાત છે. આ સહાયથી મારા સંશોધન કાર્યને નવી દિશા મળશે.હું મારા સંશોધન માર્ગદર્શક ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાનો હૃદયપૂર્વક આભારી છું, જેમની માર્ગદર્શન અને પ્રેરણા વિના આ સફળતા શક્ય ન હોત.” આ પ્રસંગે ડૉ. વી. ટી. થાનકી, પ્રિન્સિપલ, એમ. ડી. સાયન્સ કોલેજ, પોરબંદર, તેમજ ડૉ. એન. કે. પટેલ, અધ્યક્ષ, બોટનિકલ એડવાન્સ્ડ એસોસિએશન, ગુજરાત (BAAG) દ્વારા કુણાલ ઓડેદરાને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય માન્યતા માત્ર કુણાલ ઓડેદરા માટે નહીં પરંતુ પોરબંદર તથા સૌરાષ્ટ્રના શૈક્ષણિક ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત છે, કારણ કે તે યુવા ભારતીય વનસ્પતિશાસ્ત્રીઓના વૈશ્વિક સ્તરે વધતા યોગદાનને ઉજાગર કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande