રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે જલારામ જયંતીની ઉજવણી કરાશે
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : રઘુવંશીઓની દિવાળી સમાન સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતી ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય ઉજવણીની શરૂઆતના પ્રથમ દિવસના નાતને જલારામ મહાપ્રસાદ લેવડાવવાના બન્ને મુખ્ય મનોરથી રમેશભાઈ રતનધારા તથા ભગવાનજીભાઈ રાયચુરા ત
રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે જલારામ જયંતીની ઉજવણી કરાશે.


રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે જલારામ જયંતીની ઉજવણી કરાશે.


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : રઘુવંશીઓની દિવાળી સમાન સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતી ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય ઉજવણીની શરૂઆતના પ્રથમ દિવસના નાતને જલારામ મહાપ્રસાદ લેવડાવવાના બન્ને મુખ્ય મનોરથી રમેશભાઈ રતનધારા તથા ભગવાનજીભાઈ રાયચુરા તથા તેમની આસ્થાના કેન્દ્ર વાછડાદાદાના મંદિરના ભુવાઆતાનું રાણાવાવ લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ રાજાણી, મધુભાઈ માખેચા, ભરતભાઈ તન્ના, તુલસીભાઈ અમલાણી, અને જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પંકજભાઈ ખીલોચીયા, અશોકભાઈ ગંડેચા, અશ્વિનભાઈ રાયચુરા તથા વિશાલ દાસાણીએ ઉષ્માવસ્ત્ર અને પુષ્પગુચ્છથી સન્માન અભિવાદન કર્યુ હતું જેને ઉપસ્થિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ તાળીયોના ગડગડાટ થી વધાવ્યું હતું.

આજરોજ તા 28-10-2025 ને મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યાથી જલારામ બાપાને 226 કરતાં પણ વધુ વિવિઘ સામગ્રીનો અન્નકૂટ ધરાવવામાં આવશે ત્યારબાદ અન્નકૂટ દર્શન, રક્તદાન કેમ્પ, ગતવર્ષે સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન ત્યારબાદ મહાઆરતી કરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા.29-10-2025 બુધવારે જલારામ જયંતી નિમિતે જલારામમંદિરે સવારે 10 થી બપોરે એક વાગ્યા સુધી 226 થી અધિક સામગ્રીનો અન્નકૂટ ધરાવી દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી શહેરના મુખ્ય માર્ગો પરથી જલારામ બાપાની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જે જલારામમંદિર આરતી કરી ઞોપાલપરા મહાજન વાડીએ પૂણે થશે ત્યારબાદ મહાઆરતી કરી મનોરથી હિંમતલાલ જમનાદાસ ખોડા દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande