માલ ગામે વાડીમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા.
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના કુતિયાણા પો.સ્ટે. ના પો.ઈન્સ. વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેન સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો.કોન્સ મહેશ મેરામણભાઈ તથા અલ્તાફ હુસેનભાઈ તથા અશ્વીન વેજાભાઈનાઓને કુતિયાણા માલ ગામન
માલ ગામે વાડીમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા.


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના કુતિયાણા પો.સ્ટે. ના પો.ઈન્સ. વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેન સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો.કોન્સ મહેશ મેરામણભાઈ તથા અલ્તાફ હુસેનભાઈ તથા અશ્વીન વેજાભાઈનાઓને કુતિયાણા માલ ગામના પાટીયા સામે પોરબંદર રાજકોટ હાઈવેની બાજુમાં કેશુ નાગાજણ ઓડેદરાની વાડીના શેઢે બાવળની કાંટમાં ટોર્ચ લાઈટના અંજવાળે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા કેશુ નાગાજણ ઓડેદરા, ભરત વિરાભાઈ હેરમાં, રાજુ રામદે રાતીયા, કેશુ બાલુભાઈ પરમાર તથા હરસુખ જેરામભાઈ ઘેવરીયાને રોકડા રૂ. 11,760/-તથા ચાલુ હાલતની ટોર્ચ લાઈટ કિ.રૂ.250/- તથા ચાદર નંગ-01 કિ.રૂ.00/00 મળી કુલ મુદામાલ કિ.રૂ.12,010/-સાથે ઝડપી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ. 12,010/- સાથે મળી આવતા તમામ ઈસમો સામે જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં પો.ઈન્સ. વી.પી.પરમાર તથા પો.હેડ.કોન્સ એ.એચ.જાડેજા તથા પો.કોન્સ. મહેશ મેરામણભાઈ, અશ્વિન વેજાભાઈ, અલ્તાફ હુસેનભાઈ રોકાયેલા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande