જુનાગઢ,6 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે યુવાઓ સાથે વ્યાખ્યાન માળા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
યુવાઓ સાથે વ્યાખ્યાનમાળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ 7 ઓક્ટોબરના રોજ બપોરે 3 કલાકથી નોબલ યુનિવર્સિટી, ભેંસાણ રોડ જૂનાગઢ ખાતે યોજાશે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશ પોશિયા, સાસંદ રાજેશ ચુડાસમા,ધારાસભ્ય સંજય કોરડીયા,ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, ધારાસભ્ય દેવામાલમ, ધારાસભ્ય અરવિંદ લાડાણી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિતના ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ