વિકાસ સપ્તાહ-2025 ગીર સોમનાથમાં ઈણાજ, કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે
સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ બપોરના 12.15 કલાકે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. આ પ્રતિજ્ઞા થકી કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિત વર્ગ-1 અને 2 ના અધિકારીઓ દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ
વિકાસ સપ્તાહ-2025 ગીર સોમનાથમાં ઈણાજ, કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે


સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ બપોરના 12.15 કલાકે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. આ પ્રતિજ્ઞા થકી કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિત વર્ગ-1 અને 2 ના અધિકારીઓ દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થશે.

આ પ્રતિજ્ઞામાં જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા મથકની વિવિધ કચેરીઓના વર્ગ -1 અને 2ના અધિકારીઓ જોડાશે અને દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થશે. ઉપસ્થિત સૌ 'રાષ્ટ્ર પ્રથમ'ના સૂત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન-ધનથી અવિરત પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લેશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતના 14 માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 7 ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande