મેરી બ્રુનકો, રામસ્ડેલ અને સકાગુચીને, ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળશે
સ્ટોકહોમ, નવી દિલ્હી, ૦6 ઓક્ટોબર (હિ.સ.) સોમવારે વર્ષ 2025 માટે મેડિસિનમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે, ત્રણ વૈજ્ઞાનિકો - મેરી ઇ. બ્રુકો, ફ્રેડ રામસ્ડેલ અને શિમોન સકાગુચીને પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ પર
નોબલ


સ્ટોકહોમ, નવી દિલ્હી, ૦6 ઓક્ટોબર (હિ.સ.)

સોમવારે વર્ષ 2025 માટે મેડિસિનમાં

નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે, ત્રણ વૈજ્ઞાનિકો - મેરી ઇ. બ્રુકો, ફ્રેડ રામસ્ડેલ અને

શિમોન સકાગુચીને પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ પરના, તેમના સંશોધન માટે આ પુરસ્કાર

મળ્યો છે.

રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સસે, ચિકત્સા ક્ષેત્રમાં

નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરી. તેમને 10 ડિસેમ્બરે

સ્ટોકહોમમાં ₹10.3 કરોડ, સુવર્ણ ચંદ્રક

અને પ્રમાણપત્ર મળશે.

બ્રુનકો,રામસ્ડેલ અને સકાગુચીએ નિયમનકારી ટી-કોષો, રોગપ્રતિકારક

તંત્રના રક્ષણાત્મક રક્ષકો ઓળખ્યા, જે ખાતરી કરે છે કે, રોગપ્રતિકારક કોષો આપણા પોતાના શરીર પર

હુમલો ન કરે. આ સંશોધન કેન્સર અને સ્વયંપ્રતિરક્ષા રોગોની સારવારની શોધ તરફ દોરી

રહ્યું છે. વધુમાં, આ શોધો અંગ

પ્રત્યારોપણમાં પણ મદદ કરી રહી છે.

હકીકતમાં, આપણી રોગપ્રતિકારક શક્તિ આપણને દરરોજ હજારો અને લાખો

સુક્ષ્મસજીવોથી રક્ષણ આપે છે. આ બધા સુક્ષ્મસજીવો અલગ દેખાય છે. ઘણા લોકોએ માનવ

કોષો તરીકે, પોતાને છૂપાવવાની ક્ષમતા પણ વિકસાવી છે.જેના કારણે

રોગપ્રતિકારક શક્તિ માટે કોના પર હુમલો કરવો અને કોનું રક્ષણ કરવું તે અલગ પાડવું

મુશ્કેલ બને છે.

દવામાં નોબેલ પુરસ્કાર સત્તાવાર રીતે શરીરવિજ્ઞાન અથવા

દવામાં, નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે. ગયા વર્ષનો પુરસ્કાર અમેરિકન નાગરિકો

વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને, માઇક્રો-રાઈબોન્યુક્લિક એસિડ (આરએનએ)ની શોધ માટે

આપવામાં આવ્યો હતો.

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાને, દવામાં

નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેમને 1968માં આ પુરસ્કાર મળ્યો હતો. તેમણે આનુવંશિક કોડ શોધ્યો હતો, જે આ વાત બતાવે છે

કે, આપણા શરીરમાં પ્રોટીન કેવી રીતે બને છે. આ શોધે દવાની દુનિયામાં પરિવર્તન

લાવ્યું અને કેન્સર સંશોધન,

દવા અને આનુવંશિક

ઇજનેરીને આગળ વધારવામાં મદદ કરી. તેમની શોધ સમજાવે છે કે, ડીએનએ,શરીર માટે જરૂરી

પ્રોટીન કેવી રીતે બનાવે છે. ભારત સાથે જોડાયેલ બાર લોકોએ, નોબેલ પુરસ્કાર જીત્યો

છે, પરંતુ દવાના

ક્ષેત્રમાં ફક્ત ખુરાનાને જ તે મળ્યો હતો.

નોંધનીય છે કે, નોબેલ પુરસ્કારોની સ્થાપના 1895માં કરવામાં

આવી હતી. પહેલો પુરસ્કાર 1901 માં આપવામાં આવ્યો હતો. 1901 થી 2૦24 સુધી,

ચિકિત્સા ક્ષેત્રમાં 229 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પુરસ્કારો વૈજ્ઞાનિક અને શોધક અલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની ઇચ્છાના આધારે આપવામાં

આવે છે. શરૂઆતમાં, નોબેલ ફક્ત

ભૌતિકશાસ્ત્ર, દવા, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને

શાંતિ ક્ષેત્રોમાં જ આપવામાં આવતા હતા. બાદમાં, અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પણ નોબેલ પુરસ્કારો એનાયત કરવામાં

આવવા લાગ્યા.

હિન્દુસ્થાન સમાચાર / નવની કરવાલ / સચિન બુધૌલિયા / પવન

કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande