નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અહીં
યોજાયેલી વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માં ભારતીય પેરા-એથ્લેટ ટુકડીના ઐતિહાસિક પ્રદર્શનની
પ્રશંસા કરી.
ભારતે આ ઇવેન્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કર્યું, છ ગોલ્ડ સહિત 22 મેડલ જીત્યા, જે દેશની
પેરા-સ્પોર્ટ યાત્રામાં એક નવો સીમાચિહ્નરૂપ છે. મોદીએ ભારત દ્વારા પ્રથમ વખત આ
પ્રતિષ્ઠિત વૈશ્વિક ઇવેન્ટનું આયોજન કરવા બદલ, ગર્વ પણ વ્યક્ત
કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું, આપણા પેરા-એથ્લેટિક્સ દ્વારા ઐતિહાસિક
પ્રદર્શન. આ વર્ષની વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ખૂબ જ ખાસ હતી. ભારતીય
ટુકડીએ છ ગોલ્ડ સહિત 22 મેડલ જીતીને
તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કર્યું. અમારા ખેલાડીઓને અભિનંદન. તેમની સફળતા ઘણા
લોકોને પ્રેરણા આપશે. મને અમારી ટુકડીના દરેક સભ્ય પર ગર્વ છે અને હું તેમના
ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભકામનાઓ પાઠવું છું.
તેમણે કહ્યું કે,” દિલ્હીમાં ટુર્નામેન્ટનું આયોજન પણ ભારત
માટે સન્માન હતું.” તેમણે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા લગભગ 100 દેશોના રમતવીરો
અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ