
ગીર સોમનાથ 10 નવેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ અનડીટેકટ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપવામાં આવેલ છે.
ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ ની સુચના આધારે પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કવોડના માણસો પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૫૦૮૫૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે ભેરાળા ગામ વાડિ વિસ્તારમાંથી થયેલ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અજાણ્યા ચોર ઇસમોની તપાસમાં હતા દરમિયાન પો.હેડ.કોન્સ. કુષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગીનાભાઇ તથા રાજેસભાઇ જોધાભાઇ નાઓએ અલગ-અલગ જગ્યાના CCTV ચેક કરી તેમજ હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે નીચે જણાવેલ આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે અને આગળની તપાસ એ.એસ.આઇ. એ.બી.ઝણકાટ નાઓએ સંભાળેલ છે.
> આરોપીઓના નામ:-
૧) રવિ ઉર્ફે લખન વિઠ્ઠલભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો. મજુરી રહે.પ્ર.પાટણ ગુડલક સર્કલ તા.વેરાવળ
૨) ભાવેશભાઇ મનસુખભાઇ સોલંકી ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવર રહે.ભાલકા જુના પાણીના ટાંકા પાસે
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) પીડોસ્ટાર કંપનીની પાણીની મોટર (૨) મોટરોના સર્વિસ કેબલ તથા વાયરીંગ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ