સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વાલ્મિકી સમાજના 109મા આદર્શ લગ્ન યોજાયા
જૂનાગઢ, 10 નવેમ્બર (હિ.સ.) શહેરના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 109મા આદર્શ (એટીએમ) લગ્ન સુશીલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે યોજાયા હતા. વાલ્મિકી સમાજની દીકરી નયનાબેન ભીખુભાઈ ચુડાસમાના લગ્ન, મેહુલભાઈ જયંતીભાઈ વાઘેલા સાથે કરાવીને સંસ્થાએ પ્રશંસનીય કાર્ય ક
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વાલ્મિકી સમાજના 109મા આદર્શ લગ્ન યોજાયા


જૂનાગઢ, 10 નવેમ્બર (હિ.સ.) શહેરના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 109મા આદર્શ (એટીએમ) લગ્ન સુશીલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે યોજાયા હતા. વાલ્મિકી સમાજની દીકરી નયનાબેન ભીખુભાઈ ચુડાસમાના લગ્ન, મેહુલભાઈ જયંતીભાઈ વાઘેલા સાથે કરાવીને સંસ્થાએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. નવદંપતીને સંસ્થા તરફથી કરિયાવરમાં 11 જોડી કપડાં, સોનાનો દાણો, અને ઘરવખરીના સામાન સહિત કુલ 51 પ્રકારની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. તેમજ દાતાઓ સહિત અનેક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વર-વધૂને આશીર્વચન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande