
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ
સોમવારે જયપુર-રિંગાસ હાઇવે પ્રોજેક્ટ સંબંધિત, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) કેસમાં બીજી વખત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
અનિલ અંબાણીએ શરૂઆતમાં 14 નવેમ્બરના રોજ, સમન્સ મોકલવામાં આવતા હાજર થવાનો ઇનકાર
કર્યો હતો અને ઇડીને કહ્યું હતું કે,” તેઓ વીડિયો કોન્ફરન્સિંગ અથવા રેકોર્ડેડ
સ્ટેટમેન્ટ દ્વારા પૂછપરછમાં ભાગ લેવા તૈયાર છે.” ઇડીએ આ ઓફર ફગાવી દીધી હતી અને
સોમવારે હાજર થવા માટે તેમને નવું સમન્સ જારી કર્યું હતું. તેઓ બીજી વખત ઇડીસમક્ષ હાજર થયા ન
હતા. અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” અનિલ ડી. અંબાણીએ વર્ચ્યુઅલ
હાજરી અથવા રેકોર્ડેડ વીડિયો દ્વારા, તેમનું નિવેદન રેકોર્ડ કરવાની ઓફર કરી છે.”
ઇડીએ કેટલાક કથિત હવાલા ડીલરો સહિત અનેક વ્યક્તિઓના નિવેદનો
રેકોર્ડ કર્યા છે, ત્યારબાદ તેણે
અનિલ અંબાણી (66) ને પૂછપરછ માટે
સમન્સ મોકલ્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે, સુરત સ્થિત શેલ કંપનીઓ દ્વારા પૈસા
દુબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આનાથી ₹600 કરોડથી વધુ મૂલ્યના વ્યાપક આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્કનો
ખુલાસો થયો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે,”
અનિલ અંબાણી અને તેમની કંપનીઓની ₹7,500 કરોડની સંપત્તિ તાજેતરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ
એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી.” ઇડીએ કહ્યું હતું કે,” આર-ઈન્ફાસામે ફેમા હેઠળ
હાથ ધરવામાં આવેલા, સર્ચ ઓપરેશનમાં હાઇવે પ્રોજેક્ટમાં ₹40 કરોડના કથિત
ગેરઉપયોગનો ખુલાસો થયો છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ