રશિયન મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષે, ડોભાલ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રશિયન રાષ્ટ્રપતિના સહાયક અને રશિયન મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ નિકોલે પેત્રુશેવ, ભારતની મુલાકાતે છે. તેમણે આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ભારતના રાષ્ટ્રીય મેરીટાઇમ સુરક્ષા સંયોજક,
ડોભાલ


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) રશિયન રાષ્ટ્રપતિના સહાયક અને રશિયન

મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ નિકોલે પેત્રુશેવ, ભારતની મુલાકાતે છે. તેમણે આજે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ભારતના રાષ્ટ્રીય મેરીટાઇમ સુરક્ષા

સંયોજક, વાઇસ એડમિરલ

બિસ્વજીત દાસગુપ્તા સાથે વાતચીત કરી. રશિયન દૂતાવાસે ટ્વિટર પર આ જાહેરાત કરી.

દૂતાવાસે એ પણ માહિતી આપી કે,” રશિયા-ભારત દરિયાઈ સહયોગ પર

આજે નવી દિલ્હીમાં પરામર્શ યોજાશે. દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રી

સેર્ગેઈ લાવરોવ, મોસ્કોમાં મળવાના છે. આ બેઠક દરમિયાન, બંને પક્ષો

દ્વિપક્ષીય સહયોગ, ચાલુ રાજદ્વારી

સંબંધો અને ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના હેતુથી

આગામી રાજકીય પહેલની વ્યાપક સમીક્ષા કરે તેવી અપેક્ષા છે.”

શુક્રવારે, રશિયન વિદેશ મંત્રાલયે ટ્વિટર પર બેઠકની જાહેરાત કરી. તેમાં

જણાવાયું છે કે,” વિદેશ મંત્રી લાવરોવ મોસ્કોમાં તેમના ભારતીય સમકક્ષ ડૉ. જયશંકર

સાથે મુલાકાત કરશે. બંને મંત્રીઓ આગામી રાજકીય સંબંધો અને મુખ્ય દ્વિપક્ષીય અને

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.”

નોંધનીય છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા

મહિને ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. 2૦21 પછી આ તેમની પહેલી ભારત મુલાકાત

હશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande