
લખનૌ, નવી દિલ્હી,18 નવેમ્બર
(હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 નવેમ્બરના રોજ લખનૌના સુલતાનપુર રોડ પર
આવેલા બ્રહ્માકુમારીના રાજયોગ તાલીમ કેન્દ્ર ગુલઝાર ઉપવન ખાતે, વિશ્વ એકતા
અને ટ્રસ્ટ માટે ધ્યાન યોગનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં
રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથ અને બ્રહ્માકુમારીના સંયુક્ત મુખ્ય પ્રશાસક રાજયોગિની સંતોષ દીદી પણ
હાજર રહેશે.
લખનૌના બ્રહ્માકુમારીના સબ-ઝોન ઇન્ચાર્જ રાધા બેને, સોમવારે
ગોમતીનગરના આત્મચિંતન ભવનમાં, એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,” દેશના વિવિધ
ભાગોમાંથી ૨,૦૦૦ બહેનો આ
કાર્યક્રમમાં ભાગ લેશે.” તેમણે ઉમેર્યું હતું કે,” બ્રહ્માકુમારીઓ વિશ્વભરના 14૦
દેશોમાં કાર્ય કરે છે. આ સંસ્થા ભારત અને વિદેશમાં 8,5૦૦ થી વધુ સેવા કાર્ય
ચાલી રહ્યા છે.”
રાજયોગિની રાધા બેને જણાવ્યું હતું કે,” સુલતાનપુર રોડ પર
ત્રણ એકરના ગુલઝાર ઉપવનમાં, યુવાનો અને મહિલાઓને વ્યસનમુક્ત જીવન જીવવા માટે
પ્રેરણા આપવામાં આવશે અને યૌગિક ખેતીની તાલીમ આપવામાં આવશે.”
નથમલ ભાઈએ સમજાવ્યું કે,” આવા કાર્યક્રમોમાં, આધ્યાત્મિક જ્ઞાન
અને રાજયોગ ધ્યાન સામાજિક તણાવ, અવિશ્વાસ અને વૈશ્વિક પડકારો વચ્ચે માનવ મનને શાંતિ અને
સ્થિરતા પ્રદાન કરે છે. બ્રહ્માકુમારી વર્ષોથી આ દિશામાં કામ કરી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ