
કલકતા, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.)
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા કરાયેલા ગંભીર આરોપો બાદ, પશ્ચિમ
બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કલકતા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) બોમ્બ ડિસ્પોઝલ
યુનિટને રાજભવન પરિસરમાં, સંયુક્ત શોધખોળ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે,” રાજભવનમાંથી ભાજપ
દ્વારા સમર્થિત અસામાજિક તત્વોને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરવામાં આવી રહ્યો
છે.”
રાજ્યપાલ વ્યક્તિગત રીતે, શોધખોળ કામગીરીનું નેતૃત્વ કરશે.
સોમવારે રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે,” રાજ્યપાલે
તેમનો બહારનો પ્રવાસ ટૂંકાવીને, તાત્કાલિક કલકતા પાછા ફરવાનો નિર્ણય લીધો છે.
તેમના નિર્દેશો પર, સમગ્ર રાજભવનમાં
અને તેની આસપાસ સંયુક્ત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવશે, જેનું નેતૃત્વ
રાજ્યપાલ પોતે કરશે.”
કલકતા પોલીસ, રાજભવન પોલીસ ચોકી, સીઆરપીએફનીબોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આ કામગીરીમાં સામેલ
હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
રાજભવને જણાવ્યું હતું કે,” આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને
નાગરિક સંરક્ષણ વિભાગ પણ શોધખોળ કામગીરીમાં ભાગ લેશે. સમગ્ર કામગીરીનું જીવંત
પ્રસારણ કરવામાં આવશે.જેમાં મીડિયા અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.”
આ પહેલા, રાજભવને કલકતા પોલીસને કલ્યાણ બેનર્જીના આરોપોની તપાસ શરૂ
કરવા અને એફઆઈઆરનોંધવાનો નિર્દેશ
આપ્યો હતો. ચેતવણી પણ આપવામાં આવી હતી કે,” જો સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો
રાજ્યપાલ કાર્યવાહી કરવા માટે તેમના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે.”
ખરેખર, શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં, કલ્યાણ બેનર્જીએ
જણાવ્યું હતું કે,” રાજ્યપાલ પશ્ચિમ બંગાળમાં અયોગ્ય અને પક્ષપાતી
ભૂમિકા ભજવી રહ્યા છે.”
તેમણે આરોપ લગાવ્યો હતો કે,” રાજભવન ભાજપ સાથે સંકળાયેલા
ગુનેગારોને રક્ષણ આપી રહ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર, હુમલો કરવા
માટે તેમને શસ્ત્રો ઉપલબ્ધ કરવી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ