
- ભારત અને કેનેડા
પરસ્પર વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એફટીએ વાટાઘાટોને વેગ
આપશે
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
પિયુષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે,” ભારત અને કેનેડા મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે વાટાઘાટો
ફરી શરૂ કરવા સંમત થયા છે.” તેમણે જણાવ્યું હતું કે,” 2030 સુધીમાં
દ્વિપક્ષીય વેપારને 50 અરબ ડોલર સુધી
વધારવાનો ઉદ્દેશ્ય છે.”
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ નવી દિલ્હીમાં
ઈન્ડો-કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતી વખતે
આ નિવેદન આપ્યું હતું. ગોયલે કહ્યું કે,” ભારત આવશ્યક ખનિજો, ખનિજ પ્રક્રિયા
ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, પરમાણુ ઉર્જા અને
સપ્લાય-ચેઈન વૈવિધ્યકરણમાં કેનેડા સાથે સહયોગ માટે નોંધપાત્ર સંભાવના જુએ છે.”
તેમણે કહ્યું કે,” ભારત વિશ્વની સૌથી મોટી ઇન્ડેક્સ STEM પ્રયોગશાળાઓ
દ્વારા સમર્થિત નવી તકનીકો જેમ કે કૃત્રિમ બુદ્ધિ, ક્વોન્ટમ મિકેનિક્સ, મશીન લર્નિંગ અને
આગામી પેઢીના ડેટા સેન્ટરોમાં મજબૂત સમર્થન પૂરું પાડે છે.”
તેમણે કહ્યું કે,” કેનેડા અને ભારત કુદરતી ભાગીદારો છે
જેમની શક્તિઓ એકબીજાને પૂરક બનાવે છે, જે બંને દેશોમાં વ્યવસાયો અને રોકાણકારો માટે નોંધપાત્ર તકો
પ્રદાન કરે છે.”
ગોયલે સમજાવ્યું કે,” એફટીએ, અથવા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) માં ઘણા
વ્યૂહાત્મક તત્વો છે અને તે બંને દેશો વચ્ચે વિશ્વાસનું પ્રદર્શન છે.”
તેમણે જણાવ્યું હતું કે,” આ કરાર બંને બાજુના રોકાણકારો અને
વ્યવસાયોને વિશ્વાસ પ્રદાન કરશે.” ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બરના વાર્ષિક
રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા, તેમણે ભાર મૂક્યો કે, કેવી રીતે એકબીજાની શક્તિઓનો ઉપયોગ
બંને બાજુના વ્યવસાયો અને રોકાણકારો માટે બળ ગુણક તરીકે કાર્ય કરી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ એ પણ ભાર મૂક્યો કે,” ભારત પાસે
વ્યૂહાત્મક ફાયદા છે, જેમાં પરત
ફરનારાઓ માટે ઉત્તમ તકો અને કુશળ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમૂહ છે. તેમણે
ચોક્કસ ક્ષેત્રો પર પણ પ્રકાશ પાડ્યો જ્યાં ભારત અને કેનેડા પરસ્પર વિકાસ માટે
સહયોગને વધુ ગાઢ બનાવી શકે છે.”
નોંધનીય છે કે, માર્ચ 2022 માં, બંને દેશોએ એક વચગાળાના કરાર માટે વાટાઘાટો ફરી શરૂ કરી, જેને સત્તાવાર
રીતે પ્રારંભિક પ્રગતિ વેપાર કરાર (ઇપીટીએ) કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં અડધા ડઝનથી વધુ વાટાઘાટો
થઈ ચૂકી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ