પ્રધાનમંત્રી 7 નવેમ્બરે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ના 150મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરશે
નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 7 નવેમ્બરે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, રાષ્ટ્રીય ગીત ''વંદે માતરમ'' ની 150મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 7 નવેમ્બરે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, આ કાર્યક્રમ આ વર્ષે 7 નવેમ્બરથી આવતા વર્ષે 7 નવેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની ઔપચારિક શરૂઆત છે, જે ભારતની સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપનાર અને આજે પણ રાષ્ટ્રીય એકતા અને ગૌરવને પ્રેરણા આપનાર અમર ગીતની 150મી વર્ષગાંઠ છે.

આ પ્રસંગને નિમિત્તે, 'વંદે માતરમ' નું સંપૂર્ણ સંસ્કરણ દેશભરમાં જાહેર સ્થળોએ સવારે 9:50 વાગ્યે સામૂહિક રીતે ગાવામાં આવશે, જેમાં સમાજના તમામ વર્ગો ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, 1875માં બંકિમચંદ્ર ચેટર્જીએ અક્ષય નવમી પર વંદે માતરમ ની રચના કરી હતી, જે પાછળથી તેમની નવલકથા આનંદમઠ નો ભાગ બની હતી. શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે માતૃભૂમિને સમર્પિત, આ ગીત ભારતની જાગૃત રાષ્ટ્રીય ચેતના અને આત્મસન્માનનું શાશ્વત પ્રતીક બની ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande