પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ 'કાનૂની સહાય પ્રણાલીને મજબૂત બનાવવા' પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 8 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે સુપ્રીમ કોર્ટ ખાતે, ''કાનૂની સહાય પ્રણાલીને મજબૂત બનાવવા'' પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 8 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે સુપ્રીમ કોર્ટ ખાતે, 'કાનૂની સહાય પ્રણાલીને મજબૂત બનાવવા' પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલસા) દ્વારા તૈયાર કરાયેલ 'સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલ'નું પણ લોન્ચિંગ કરશે અને સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર, આ બે દિવસીય પરિષદ નાલસા ના નેજા હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. કાનૂની સેવાઓના માળખાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર પ્રણાલી, પેનલ વકીલો, પેરાલીગલ સ્વયંસેવકો, કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande