કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ 1875 માં રા
કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા.

પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.

7મી નવેમ્બર 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે કલેક્ટર કચેરી પોરબંદર ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. અને અધિક નિવાસી કલેકટર જે.બી વદરે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા.

આ દરમિયાન જિલ્લા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande