
સુરત, 24 જૂન (હિ.સ.):નાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા યુવકે લગન્ કરવાની લાલચ આપી ચાર વર્ષ સુધી શારીરીક શોષણ કર્યા બાદ તરછોડી દેવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નાનપુરા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી ઍિલ 2022માં સોશિયલ મીડીયા ઈન્સ્ટાગ્રામ મારફતે ખાનગી કંપનીમાં નોકરી કરતા વસીમ નીસાર શેખ (ઉ.વ.28.રહે, સલાબતપુરા,અકબર સહીદનો ટેકરો )ના પરિચયમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન આરોપી વસીમ શેખે યુવતીને તેની સાથે લગ્ન લાલચ આપી હતી. યુવતી પણ લગ્નના વચન પર વિશ્વાસ રાખીને આરોપી વસીમના સંપર્કમાં રહી હતી. ઍપ્રિલ-2022થી ઍપ્રિલ-2026 સુધીના સમયગાળા દરમિયાન યુવતીને ઉધના વિસ્તારમાં આવેલી હોટલોમાં અલગ અલગ સમયે મળવા માટે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. વસીમ શેખઍ લાંબા સમય સુધી સંબંધ રાખ્યા બાદ પણ લગ્ન નહી કરી તરછોડી દીધી હતી. આખરે યુવતીઍ બનાવ અંગે ફરિયાદ નોîધાવતા અઠવા પોલીસે વસીમ શેખ સામે ગુનો દાખલ કરી આરોપી વસીમ શેખની ધરપકડ કરી આગળનીï તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે