હવાલમાં નોટોના બંડલની જગ્યાઍ કોરા કાગળ આપી વેપારી સાથે 40 લાખની ઠગાઈ
સુરત, 24 જૂન (હિ.સ.): અડાજણ હનીપાર્ક વિસ્તારમાં રહેતા ગ્રેનાઈટના વેપારી સાથે 40 લાખના હવાલાના નામે કોરા કાગળના બંડલ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. ઠગબાજ ટોળકીઍે વેપારી પાસેથી મહિધરપુરા ગલેïમંડી રોડ ખાતે આવેલ આંગડીયા
Fraud


સુરત, 24 જૂન (હિ.સ.): અડાજણ હનીપાર્ક વિસ્તારમાં રહેતા ગ્રેનાઈટના વેપારી સાથે 40 લાખના હવાલાના નામે કોરા કાગળના બંડલ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. ઠગબાજ ટોળકીઍે વેપારી પાસેથી મહિધરપુરા ગલેïમંડી રોડ ખાતે આવેલ આંગડીયા પેઢી મારફતે રોકડા રૂપિયા મેળવી લીધા બાદ બેîગ્લોરમાં વેપારીના જમાઈને બંડલમાં ઉપર તથા નીચે અસલીï મુકી કોરા કાગળનું બંડલ પધરાવી રફુચક્કર થઈ ગયા હતા. વેપારીઍ તેની સાથે હવાલામાં નોટોના બંડલની જગ્યાઍ કોરા કાગળો આપી છેતરપિંડી કરવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી આંગડીયા પેઢી મારફતે બેîગ્લોરથી સુરત સુધી ફેલાયેલા ચીંટીગના નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ અડાજણ, હનીપાર્ક, ઉપવન રો હાઉસ ખાતે રહેતા અને ગ્રેïનાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્રકુમાર બાબુલાલ શાહ (ઉં.વ.55)ઍ ગતરોજ ભાવેશ આંગડિયા પેઢી નામનો વ્યક્તિ, ખેત્રપાળ તેમજ બેંગ્લોર ખાતે હવાલો આપનાર બે અજાણ્યા સામે ફરિયાદ નોîધાવી હતી. જેમાં તેઅોઍ જણાવ્યું હતું કે, ૧૯મી જુનના રોજ 40 લાખનો હવાલો આપ્યો હતો. ઠગબાજાની વાતમાં આવી મહેન્દ્રકુમાર અને કમલેશભાઈઍ મહિધરપુરા ગલેમંડી રોડ ખાતે આવેલ વિધી આંગડીયા પેઢી મારફતે બેîગ્લોર મોકલી આપ્યા હતા. જે પૈસા બેîગ્લોરમાં તેમના સાગરીતોઍ મેળવી લીધાï હતા. મહેન્દ્રકુમારે તેમના જમાઈ રાહુલભાઈને બેંગ્લોર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશ આંગડિયા પેઢીના બે સાગરીતોઍ તેમને આઠ બંડલ આપ્યા હતા. જેમાં ઉપર અને નીચેની નોટો અસલી હોવાનું અને અંદરના બંડલમાં કોરા કાગળ હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે મહેન્દ્રકુમારની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande