
જમ્મુ, નવી દિલ્હી, ૦9 નવેમ્બર (હિ.સ.)
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથે કથિત સંબંધોના આરોપસર, બે ખાસ
પોલીસ અધિકારીઓ (એસપીઓ) ને સેવામાંથી
બરતરફ કરાયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” એસપીઓ અબ્દુલ લતીફ અને
મોહમ્મદ અબ્બાસની અગાઉ આતંકવાદી પ્રવૃત્તિઓમાં, કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં
આવી હતી.”
તેમણે જણાવ્યું હતું કે,” કઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્માએ
તાત્કાલિક અસરથી બંને એસપીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. બંને અધિકારીઓ પર
આતંકવાદીઓને, ટેકો આપવાનો આરોપ છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ