બંગાળ અને ઝારખંડમાં વસ્તી વિષયક પરિવર્તન અંગે, ચર્ચા કરવા માટે ભાજપના સાંસદો ગૃહમંત્રી સાથે મળ્યા
કલકતા, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યસભાના સાંસદ અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. તેમની સાથે ઝારખંડ રાજ્યસભાના સ
મુલાકાત


કલકતા, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)

રાજ્યસભાના સાંસદ અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ નવી દિલ્હીમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. તેમની સાથે ઝારખંડ રાજ્યસભાના

સાંસદ દીપક પ્રકાશ પણ હતા.

શમિક ભટ્ટાચાર્યએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર

એક પોસ્ટમાં લખ્યું કે,” ઝારખંડના મારા રાજ્યસભાના સાથી, દીપક પ્રકાશ અને

મેં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં થઈ રહેલા વસ્તી

વિષયક પરિવર્તન અંગે ચર્ચા કરી.”

ભાજપના બંને સાંસદોએ ગૃહમંત્રી સાથે પશ્ચિમ બંગાળ અને

ઝારખંડમાં કથિત વસ્તી વિષયક પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠકનો હેતુ આ બંને

રાજ્યોમાં વસ્તી વિષયક ચિંતાઓ તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાનો હતો.

આ બેઠક એવા સમયે થઈ જ્યારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં

વસ્તી વિષયક પરિવર્તન અંગે ચાલી રહેલી રાજકીય ચર્ચા ચાલી રહી છે. ભાજપના નેતાઓએ આ

મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું ધ્યાન દોર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે, બંને સાંસદોની વાત સાંભળી અને આ

મુદ્દા પર વધુ કાર્યવાહી કરવાની શક્યતા અંગે ચર્ચા કરી. -

હિન્દુસ્થાન સમાચાર/ધનંજય પાંડે/સંતોષ માધુપ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande