
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.)
આગામી 2026 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા
પાર્ટી (ભાજપ) એ બે રાજ્યો માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીની જાહેરાત કરી છે.
સોમવારે, ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને તમિલનાડુ માટે ચૂંટણી
પ્રભારી અને બૈજયંત પાંડાને, આસામ માટે ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા. અર્જુન રામ
મેઘવાલ અને મુરલીધર મોહિલને તમિલનાડુમાં ગોયલની સાથે સહ-પ્રભારી તરીકે નિયુક્ત
કરવામાં આવ્યા છે. સુનિલ શર્મા અને દર્શના જરદોશને આસામમાં સહ-પ્રભારી નિયુક્ત
કરવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા
પત્ર અનુસાર, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને તમિલનાડુ વિધાનસભા
ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આસામ
વિધાનસભા ચૂંટણીની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાને
સોંપવામાં આવી છે.
એ નોંધનીય છે કે, બંને રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા
ચૂંટણી યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ