અનિલ અંબાણી ગ્રુપ કેસમાં, ઇડીએ યસ બેંકના સીઈઓ રાણા કપૂરની પૂછપરછ કરી
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે યસ બેંકના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) રાણા કપૂરની
અનીલ


નવી દિલ્હી, 15 ડિસેમ્બર

(હિ.સ.) રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે યસ

બેંકના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) રાણા કપૂરની

પૂછપરછ કરી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” અનિલ અંબાણી ગ્રુપ

કંપનીઓ સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં યસ બેંકના ભૂતપૂર્વ સીઈઓ રાણા કપૂરની

પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મુખ્યાલયમાં કરવામાં આવી રહી છે. રાણા કપૂરનું

નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ નોંધવામાં

આવી રહ્યું છે.”

કેન્દ્રીય તપાસ એજન્સીની પૂછપરછ 2017-2019 ના સમયગાળા સાથે

સંબંધિત છે, જ્યારે યસ બેંકે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) માં ₹2,965 કરોડ અને

રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ) માં ₹2,045 કરોડનું રોકાણ

કર્યું હતું. એજન્સીએ દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2019 સુધીમાં આ

રોકાણો બિનકાર્યક્ષમ થઈ ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ,

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande