પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે ભારતને, પહેલી વાર એસડીએટી સ્ક્વોશ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચેન્નઈમાં આયોજિત એસડીએટી સ્ક્વોશ વર્લ્ડ કપમાં ભારતીય સ્ક્વોશ ટીમની જીત પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશવાસીઓને અભિનંદન આપ્યા. રવિવા
જીત


નવી દિલ્હી, 15 ડિસેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચેન્નઈમાં આયોજિત એસડીએટી સ્ક્વોશ વર્લ્ડ

કપમાં ભારતીય સ્ક્વોશ ટીમની જીત પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશવાસીઓને

અભિનંદન આપ્યા. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે, હોંગકોંગને 3-0 થી હરાવીને

પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો. આ શાનદાર વિજય સાથે, ભારતીય ટીમ પ્રથમ

વખત સ્ક્વોશ વર્લ્ડ કપની ચેમ્પિયન બની.

ભારતીય ટીમને અભિનંદન આપતા, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રથમ વખત વર્લ્ડ

કપ જીતવા બદલ ભારતીય સ્ક્વોશ ટીમને હાર્દિક અભિનંદન. જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ

કુમાર અને અનાહત સિંહે અસાધારણ સમર્પણ અને નિશ્ચય દર્શાવ્યો છે. તેમની સફળતા સમગ્ર

રાષ્ટ્રને ગર્વ કરાવે છે અને યુવાનોમાં સ્ક્વોશની લોકપ્રિયતામાં પણ વધારો

કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,” પ્રથમ વખત

સ્ક્વોશ વર્લ્ડ કપ જીતીને ટીમ ઇન્ડિયાએ દેશ માટે ગૌરવશાળી ઇતિહાસ રચ્યો છે. સૌથી

મજબૂત પ્રતિસ્પર્ધીઓને હરાવવામાં દર્શાવવામાં આવેલી અદમ્ય ખેલદિલી અને કૌશલ્ય

આવનારી પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બનશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande