સિદ્ધપુરમાં સુન્ની મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટના વહીવટદાર તથા કારોબારી અધિકારી તરીકે આબિદહુસેન છુવારાની નિમણૂક
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર દ્વારા સિદ્ધપુર સ્થિત સુન્ની મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટના વહીવટદાર તથા કારોબારી અધિકારી તરીકે આબિદહુસેન સી. છુવારાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકના અનુસંધાને સિદ્ધપુરની એડનવાલા હાઈસ્ક
સિદ્ધપુરમા સુન્ની મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટના વહીવટદાર તથા કારોબારી અધિકારી તરીકે આબિદહુસેન છુવારાની નિમણૂક


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર દ્વારા સિદ્ધપુર સ્થિત સુન્ની મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટના વહીવટદાર તથા કારોબારી અધિકારી તરીકે આબિદહુસેન સી. છુવારાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકના અનુસંધાને સિદ્ધપુરની એડનવાલા હાઈસ્કૂલના સ્ટાફ મિત્રો દ્વારા આબિદહુસેન છુવારાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને નવી જવાબદારી માટે અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સ્ટાફ દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande