સિદ્ધપુરના એક ગામમાં પરણિત મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી મળી
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના એક ગામમાં પરણિત મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કર્યો છે. બનાવની વિગત પ્રમાણે, ગત તા. 18/12/202
સિદ્ધપુરના એક ગામમાં પરણિત મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ સામે આવ્યો.


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના એક ગામમાં પરણિત મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કર્યો છે.

બનાવની વિગત પ્રમાણે, ગત તા. 18/12/2024 ના રોજ સવારના 5 વાગ્યે ભોગ બનનાર મહિલા ખેતરમાં ગયેલી હતી. તે સમયે નારાયણભાઈ નરોત્તમભાઈ પટેલે તેનો હાથ પકડીને ખેતરના ઢાળિયા તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. આરોપીએ મહિલાની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો અને સાથે જ અપશબ્દો બોલી, જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી. પાટણ એસ.સી./એસ.ટી. સેલની નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા દ્વારા કેસની વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande