સિદ્ધપુરના કુવારા ગામે ઈંટના ભઠ્ઠા પર બાળ મજૂરીનો પર્દાફાશ
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે આવેલા શિવકૃપા બ્રિક્સ (HB Bricks) નામના ઈંટના ભઠ્ઠા પર બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. ઈંટ ઉત્પાદનના કામમાં એક સગીરાને ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી હતી. આ અંગે પાટણના
કુવારા ગામે ઈંટના ભઠ્ઠા પર બાળ મજૂરીનો પર્દાફાશ


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે આવેલા શિવકૃપા બ્રિક્સ (HB Bricks) નામના ઈંટના ભઠ્ઠા પર બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. ઈંટ ઉત્પાદનના કામમાં એક સગીરાને ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી હતી.

આ અંગે પાટણના મનસ્વી મનુભાઈ કથરીયાએ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બાળ મજૂરી પ્રતિબંધક કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ભઠ્ઠાના સંચાલક મહેન્દ્રકુમાર શંકરભાઈ પ્રજાપતિ (રહે. પાલનપુર) અને કમલેશ નન્હેલાલ કુમાર કોહલી (રહે. કુવારા, સિદ્ધપુર) વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande