સિદ્ધપુર હોટલમાં કૌટુંબિક સમાધાન દરમિયાન મારામારી
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલી મેરી ગોલ્ડ હોટલના બગીચામાં કૌટુંબિક સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. પુત્રીના રિસામણાના મામલે યોજાયેલી બેઠક દરમિયાન સ્થિતિ વણસી જતા પિતા અને પુત
સિદ્ધપુર હોટલમાં કૌટુંબિક સમાધાન દરમિયાન મારામારી


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલી મેરી ગોલ્ડ હોટલના બગીચામાં કૌટુંબિક સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. પુત્રીના રિસામણાના મામલે યોજાયેલી બેઠક દરમિયાન સ્થિતિ વણસી જતા પિતા અને પુત્ર પર લાકડાના ધોકા વડે હુમલો થયો હતો.

ફરિયાદ અનુસાર, ચર્ચા દરમિયાન આરોપી વિશાલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીની દીકરીનું ગળું દબાવવા લાગ્યા હતા. ફરિયાદી વચ્ચે પડતા વિશાલભાઈએ લાકડાના ધોકાથી તેમના ડાબા હાથ પર માર કર્યો, જ્યારે કિરણભાઈએ ફરિયાદીના પુત્રને પીઠના ભાગે ધોકાનો માર માર્યો હતો. અન્ય આરોપીઓએ ગાળો આપી ગડદાપાટુનો માર કર્યો હતો. આ ઘટનાને લઈ ફરિયાદીએ વિશાલભાઈ, પ્રહલાદભાઈ, કિરણભાઈ અને પદમાબેન પ્રહલાદભાઈ સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તમામ આરોપીઓ મૂળ માંડોત્રીના વતની છે અને હાલ ઉંઝા તાલુકાના લુણવા ખાતે રહે છે.

સિદ્ધપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 115(2), 296(b), 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ એ.એસ.આઈ. અરવિંદકુમાર જુમાજી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande