સિદ્ધપુરમાં કુપોષિત બાળકોને પોષણ કિટ વિતરણ કરવામાં આવી
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ‘કુપોષણ હટાવો તંદુરસ્તી લાવો’ અભિયાન અંતર્ગત અતિ કુપોષિત 94 બાળકોને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટ્સ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પોતાના સ્વખર્ચે તૈયાર
સિદ્ધપુરમાં કુપોષિત બાળકોને પોષણ કિટ વિતરણ


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ‘કુપોષણ હટાવો તંદુરસ્તી લાવો’ અભિયાન અંતર્ગત અતિ કુપોષિત 94 બાળકોને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટ્સ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પોતાના સ્વખર્ચે તૈયાર કરાવી તેમના હસ્તે વિતરણ કરી હતી. સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકો માટે પોષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ અંતર્ગત અતિ કુપોષિત શ્રેણીમાં આવતા 94 બાળકોને વધારાના પોષણની જરૂરિયાત જણાતા, ICDS દ્વારા ધારાસભ્યને સહયોગ માટે વિનંતી કરવામાં આવી હતી.

આ રજૂઆતને અનુસરી ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કુલ રૂ. 46,812 ના ખર્ચે 94 પોષણ કિટ તૈયાર કરાવી હતી. દરેક કિટમાં ખજૂર, બદામ, કાચું કચરિયું, ગોળ, ચણા અને ચીકી જેવી પૌષ્ટિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ વિતરણ કાર્યક્રમમાં સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો, ICDSના અધિકારીઓ-કર્મચારીઓ તથા કુપોષિત બાળકોની માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande