ઉધમપુરમાં આતંકવાદીઓ, એક ઘરમાંથી ખોરાક લઈને જંગલમાં ભાગી ગયા,સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
જમ્મુ, નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના એક ગામમાં, આતંકવાદીઓ એક ઘરમાંથી ખોરાક લઈને નજીકના જંગલમાં ભાગી ગયા હોવાના અહેવાલ છે. આ માહિતીના આધારે, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકવાદ


જમ્મુ, નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના એક

ગામમાં, આતંકવાદીઓ એક

ઘરમાંથી ખોરાક લઈને નજીકના જંગલમાં ભાગી ગયા હોવાના અહેવાલ છે. આ માહિતીના આધારે, સુરક્ષા દળોએ

સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,”માજલતા વિસ્તારમાં ચોર મોટુ

અને આસપાસના જંગલના ગામોમાં, પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન

પહેલાથી જ ચાલી રહ્યું છે. આ સ્થાન પર પહેલા પણ થયેલ અથડામણના સ્થળથી લગભગ 5 કિમી પશ્ચિમમાં

છે. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.”

શનિવારે મોડી રાત્રે, ગુપ્તચર અહેવાલોના છે માહિતી મુજબ, બે અજાણ્યા આતંકવાદીઓ

સાંજે 6:30 વાગ્યાની આસપાસ,

ચોર મોટુ ગામમાં મંગતુ રામના ઘરે ગયા અને જમવાનું લીધુ હતુ. આ માહિતી બાદ, પોલીસ અને

અર્ધલશ્કરી દળોને તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ

આતંકવાદીઓને પકડી શકાયા ન હતા.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ગામની નજીકના જંગલ વિસ્તારને

ઘેરી લેવામાં આવ્યો હતો અને રવિવારે વહેલી સવારે, આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા

માટે અલગ અલગ બાજુથી, એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande